રાણીની હવેલી - 5

  • 1.2k
  • 602

નૈતિકા ઘરે એકલી હતી. રાત્રીનો સમય હતો. મયંક હજી સુધી ઘરે આવ્યો ન હતો. નૈતિકા ક્યારનીય એકલી એકલી કંટાળી હતી અને કંટાળો દૂર કરવા મેગેઝીન વાંચી રહી હતી. નૈતિકાએ મયંક ને બે ત્રણ વાર ફોન કર્યા હતા પણ મયંકે એક પણ ફોનના જવાબ આપ્યા ન હતા. થોડી ગુસ્સે થઈ અને મનમાં બે ત્રણ ગાળો બોલી નૈતિકા ફરી મેગેઝીન વાંચવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. જ્યારે નૈતિકાને ખબર પડી હતી કે ના પાડ્યા છતાં પણ મયંકે હોરર ફોટોગ્રાફીવાળો પ્રોજેક્ટ લીધો છે ત્યારે તેણી ખૂબ ગુસ્સે થઈ હતી. નૈતિકાતો એટલી ગુસ્સે થઈ હતી કે તેણીએ મયંકને ઘર છોડીને જતી રહેવાની ધમકી આપી હતી