નિરખી રહ્યો

  • 742
  • 1
  • 332

સુંદરતાનું રહેઠાણ કયું ? યાદ છે, ત્યાં સુધી’સુંદરતા’ નિહાળનારના નયનોમાં વસે છે. એક ચિત્ર સામે પડ્યું હતું, આવનાર મહેમાન બોલ્યા,”વાહ”. સુહાનીએ તેને કચરાપેટીમાં નાખવા મૂક્યું હતું. મહેમાનની વાહ સુણી,  પૂછી બેઠી, ‘આ ચિત્રમાં તમને શું ગમ્યું ‘? મહેમાન કોઈ બીજા નહીં તેના પિયરથી આવેલો તેનો મિત્ર હતો. અરે, સુહાની ભૂલી ગઈ આ ચિત્ર પાછળ તું એક જમાનામાં ગાંડી હતી.  ખળખળ વહેતી નદી. ડુંગર પાછળથી ડોકિયા કરતો સૂરજ અને પેલા  ઝાડ નીચે કોણ બેઠું છે,તને યાદ છે ? સુહાની ભૂતકાળમાં ડૂબી ગઈ, સૌમિલ સાથે બાળપણમાં નદી સુધી જતી.  બંને જણા સાથે નદીને કાંઠે રમતાં અને સુહાની જ્યારે થાકે ત્યારે એ વૃક્ષ