ક્રોધ, ઈર્ષા અને પ્રાયશ્ચિત.

  • 324
  • 110

ક્રોધ, ઈર્ષા અને પ્રાયશ્ચિત.ખુબ જુના કાળની આ વાત છે. એક ગામમાં દેવદત્ત નામનો એક વિદ્વાન પંડિત રહેતો હતો. તેની વાણીમાં અદભૂત આકર્ષણ હતું. તે ભાગવત કથા કહેવામાં નિષ્ણાત હતો. લોકો તેની વાણીથી મંત્રમુગ્ધ થઇ જતા અને રોજ કથા સાંભળવા લોકોનાં ટોળે ટોળા ઉમડતા.તે જ ગામમાં કણિક નામનો બીજો પંડિત પણ રહેતો હતો. તે ખૂબ જ વાંચેલો લખેલો હતો, પરંતુ અત્યંત ગર્વીલો હતો અને પોતાને ખુબજ મોટો વિદ્વાન માનતો. તે વિચારતો, "આ દેવદત્ત શું કરે છે કે લોકો તેની પાસે સાંભળવા ભેગા થાય છે, જ્યારે હું શાસ્ત્રોના મર્મ જાણું છું!" કણિકને દરેક વખતે દેવદત્તના ઘરના શ્રોતાઓની ભીડ જોઈને ઈર્ષ્યા થાય.ईर्ष्यी घृणी