નારદ પુરાણ - ભાગ 52

  • 510
  • 168

સનત્કુમાર બોલ્યા, “હવે હું આગળ જે મંત્રો અને વિધિ કહું છું તે ધ્યાનથી સાંભળો. ઈષ્ટદેવને પાદ્ય સમર્પિત કરતી વખતે આ પ્રમાણે મંત્ર બોલવો यद्भक्तिलेशसम्पर्कात् परमानन्द सम्भव:।  तस्मै ते चरणाब्जाय पाद्यं शुद्धाय कल्प्यते।।   અર્થાત જેમની લેશમાત્ર ભક્તિનો સંપર્ક હોવાથી પરમ આનંદનો સાગર ઉછાળા મારે છે એવા આપનાતે શુદ્ધ ચરણકમળો માટે પાદ્ય રજુ કરવામાં આવે છે. ત્યારબાદ અર્ઘ્ય આપવું. तापत्रयहरं दिव्यं परमानन्दलक्षणम्। तापत्रयविनिर्मुक्त्यै तवार्घ्यं कल्पयाम्यहम्।।  અર્થાત હે દેવ, હું ત્રણ પ્રકારના તાપથી છુટકારો મેળવવા માટે આપની સેવામાં ત્રણે તાપને હરણ કરનાર પરમાનંદસ્વરૂપ દિવ્ય અર્ઘ્ય અર્પણ કરું છું. આચમન કરાવવું. वेदानामपि वेदाय देवानां देवात्मने। आचामं कल्पयामीश शुद्धानां शुद्धिहेतवे।। ભગવન, આપ વેદોના પણ વેદ