ભીતરમન - 55

  • 864
  • 1
  • 492

હું દીપ્તિને મળ્યાં બાદ અમારા જમાઈ આશિષને પણ મળ્યો હતો. એકદમ પ્રેમાળ સ્વભાવના આશિષ મારી દીકરીની બધી જ ઈચ્છાઓ પૂરી કરતા હતા. આજે અહીં આવીને એમણે મારુ મન જીતી લીધું હતું. મેં એમનો ખરા દિલથી આભાર માન્યો હતો. હવે હું આદિત્યને મળ્યો હતો. આદિત્યને જ્યારે મળ્યો ત્યારે આદિત્ય મને તરત જ પગે લાગ્યો અને મને મારા 75 માં જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા આપી. શુભેચ્છા સાથે એણે મને એક સોનાનો ચેન આકર્ષિત લોકેટ સાથે આપ્યો હતો. એ લોકેટમાં મારો અને તુલસીનો એક ખુબ જ સુંદર ફોટો હતો. આદિત્ય મારા માટે ક્યારેય કોઈ જ વસ્તુ લાવતો ન હતો. મારા જીવનની આ પહેલી