તલાશ 3 - ભાગ 17

(16)
  • 1.2k
  • 690

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   લગભગ 200-225 વર્ષ પૂર્વે.  મોગલોને ધૂળ ચટાવનારા મરાઠાઓ ઠંડા પડતા જતા હતા. 1972 માં બાલાજી બાજીરાવના પુત્ર માધવરાવનું આકસ્મિક નિધન થવાથી પેશ્વાઓની એકજૂથતા તૂટી હતી 'અટક સે કટક તક"નું મરાઠા સામ્રાજ્ય હવે ફક્ત બોલચાલમાં જ વપરાતું હતું. બુધવાર પેઠ (પુના) ની ધાક હવે માત્ર પુના અને આજુબાજુના પ્રદેશ પર જ હતી. માધવરાવના મૃત્યુ પછી રઘુનાથ રાવના પુત્ર અને પછી માધવરાવ બીજા એ પેશ્વાની ગાદી સંભાળી, પણ લાયકાતના અભાવે એ પેશ્વાઓને એકજુથ રાખવામાં કામિયાબ ન હતા, અને એમના ઉત્તર ભારત અને ગુજરાતના ત્રણ મુખ્ય સૂબા હોલ્કર ઇન્દોર, સિંદે (સિંધિયા) એ ગ્વાલિયર અને ગાયકવાડે વડોદરામાં પોતપોતાનો