જીવન એ કોઈ પરીકથા નથી - 4

  • 1k
  • 576

"જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૪)બીજા દિવસથી મમ્મીએ કસરત શરૂ કરી દીધી.કસરત એટલે મારા માટે યોગ્ય છોકરી જોવાનું. એક બે જણાએ કહ્યું કે હજુ સુધી તમારો છોકરો કુંવારો છે? મારો છોકરો એવડો જ છે પણ એનો ટેણિયો દોડતો રમતો થયો છે.આવતા વર્ષે ઈંગ્લીશ સ્કુલમાં બેસાડવાનો છે.લોકો સલાહો આપવામાં હોશિયાર.એમની છોકરીની વાત આવે તો કહે કે હજુ ઉંમર જ શું છે? બહુ નાની ઉંમર છે.ચાલો હવે મામાની વાતો કરીએ.મામાએ ત્રણ બાયોડેટા સાથે ફોટાઓ મોકલ્યા.મમ્મી બગડી...ભાઈને કહ્યું હતું કે ક્યારેય ત્રણનો આંકડો ના પકડી રાખ. કાંતો બે મોકલ કાંતો ચાર મોકલ.પછી શું.. ત્રણેય છોકરીઓ મેં અને મમ્મીએ નાપસંદ કરી.છોકરીઓ વધુ પડતી