વિશ્વની ભયંકર જળહોનારતો

  • 744
  • 254

જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર ટાઇટેનિકનું નામ આવતું હોય છે પણ સમુદ્રનાં અફાટ વિસ્તારમાં એવી કેટલીય હોનારતો થઇ છે જેમાં હજ્જારો લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે અને તેમાં ટાઇટેનિક વિસાતમાં નથી. મેરી રોઝ : મેરી રોઝ એ ઇંગ્લેન્ડનું યુદ્ધ જહાજ હતું.જે પ્રારંભિક યુદ્ધ જહાજોમાંનું એક હતું.આ જહાજનો ઉપયોગ ક્યારેય વ્યાપાર માટે કરાયો ન હતો.૧૫૪૫માં જ્યારે ફ્રાંસનાં સમ્રાટ ફ્રાંસિસ પહેલાએ ઇંગ્લેન્ડ પર ત્રીસ હજાર સૈનિકો અને ૨૦૦ જહાજો સાથે આક્રમણ કર્યુ ત્યારે ઇંગ્લેન્ડ ે ૮૦ જહાજ અને ૧૨૦૦૦ સૈનિકો સાથે તેનો સામનો કર્યો હતો આ બેડામાં મેરી રોઝનો પણ સમાવેશ થતો હતો. ૧૯મી જુલાઇ ૧૫૪૫માં બન્ને