ભીતરમન - 54

  • 884
  • 1
  • 494

તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આપતા બોલ્યો,"અરે હશે કંઈક, કંઈ વાંધો નહીં તું કંઈ જ ન જાણતો હોય તો. તું કહે તો ચાલને આપણે હવેલીમાં ચક્કર મારતા આવીએ. આપણે સામેથી જ ત્યાં જઈને જે રહેતું હોય એને આપણી ઓળખાણ કરાવીએ! શું તને નથી લાગતું કે આપણે ખુદ સામેથી જ જવું જોઈએ. આમ તો આપણે પણ પાડોશી તો થશુ જ ને! અને જો તારા માટે કંઈક સરપ્રાઈઝ હશે જ તો એ પણ સામે આવી જાય ને!" તેજાએ એના મનના વિચાર રજૂ કરતા મને કહ્યું હતું."હા વાત તો તારી સાચી છે પણ અહીં શહેરમાં એમ કોઈ