દિવાળીનો વાયદો

  • 806
  • 1
  • 308

વાઘજીભાઈ કપાસમાં આંટા મારી રહ્યા હતા. શરુઆતમાં કપાસ ખૂબ સારો હતો.પરંતુ હાથિયા નક્ષત્રમાં વધારે વરસાદ પડવાથી કપાસનો પાક બગડી ગયો હતો.કપાસના છોડ સૂકાવા લાગ્યા હતાં.વાઘજીભાઈ પોતાના સંતાન જેવા વ્હાલા કપાસના છોડ પર હાથ પંપાળી જીવ બાળી રહ્યાં હતાં.વાઘજીભાઈની આજીવિકાનું એક માત્ર સાધન આ ખેતી જ હતી.પોતાની પાસે રહેલી સાત વીઘા ભો માંથી મળતાં ઉત્પાદનમાંથી આખું વર્ષ નિભાવ કરવો હવે આ મોંઘવારીના જમાનામાં અઘરો થઈ પડતો.વાઘજીભાઈને મોટી દિકરી,નાનો દિકરો તેના પત્ની મળીને ચાર જણનું કુટુંબ સાદાઈથી જીવતાં હોવાથી આટલાં વર્ષો તો જેમ તેમ કરી કાઢી નાખ્યાં.પરંતુ હવે મોંઘવારીએ માઝા મૂકી હતી.આ વખતે આખા ઘરે મહેનતનો પરસેવો પીવડાવી કપાસને ખૂબ સારો કર્યો