ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 1

  • 1.2k
  • 607

ચેતન આનંદની હીર :પ્રિયા રાજવંશ પ્રિયા રાજવંશ હિન્દી ફિલ્મોની કેટલીક એવી સુંદર અભિનેત્રીઓમાંની એક હતી જેની પડદા પરની હાજરી દરેક દર્શકને રોમાંચિત કરી મુકતી હતી. મીનાકુમારી, વહીદા રહેમાન, સાધના અને મધુબાલા જેવી સૌંદર્યની પ્રતિમા સમાન અભિનેત્રીઓમાં પ્રિયારાજવંશે અલગ જ ઓળખ જમાવી હતી તે ચેતન આનંદની મોટાભાગની ફિલ્મોમાં ચમકી હતી અને ચેતને મોટાભાગે ક્લાસિક ફિલ્મોનું નિર્માણ કર્યુ હોવાને કારણે પ્રિયા પણ ઝડપથી દર્શકોમા લોકપ્રિય બની ગઇ હતી. ચેતન આનંદ દેવ આનંદનાં ભાઇ હતા અને તેમણે જ દેવ આનંદને ફિલ્મોમાં આવવા માટે પ્રેરિત કર્યા હતા જ્યારે દેવ આનંદ ફિલ્મોમાં પ્રવેશ્યા ત્યારે એક ઉત્તમ દિગ્દર્શક તરીકે તેઓ કાઠુ કાઢી ચુક્યા હતા અને દેવ