પરિચય અને સાહસ

  • 588
  • 156

મારો પ્રવાસ એક દિવસ અગાઉ જ શરૂ થઈ જાય. પ્રવાસમાં ક્યાં કપડાં પે'રવા, શું નાસ્તો લેવો, કેમ ફોટા પાડવા એમ ઘણીય યોજના. સવારે સાતના ટકોરે બસ આંબલા જવા રવાના થઈ. રોજે મારી સાથે રહેતી મારી સખીઓ ( આશુ અને સાવિ) આજે પ્રવાસમાં ન આવી શકી એની એકલતા મને કોરી ખાતી હતી. થોડું રડાઈ પણ ગયું. પછી અચાનક જ અંદરથી અવાજ આવ્યો "અરે..! તું રડે છે શું કામ? આવતી કાલે તારે બધું કહેવાનું છે બેયને, શું મોજ મસ્તી કરી, શું શીખ્યા, કેવો પ્રવાસ રહ્યો, ચાલ રોવાનું બંધ કરીને એકદમ મસ્ત થય જા"આ અવાજે મને જાણે અચાનક મારા સપનામાંથી જગાડી દીધી હોય