ક્રોધ

  • 454
  • 124

क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः तस्मात् क्रोधं विवर्जयेत्॥   ક્રોધ એ સર્વ વિપત્તિનું મૂળ છે, ક્રોધ એ સંસાર બંધનનું કારણ છે, ક્રોધ એ ધર્મનો નાશ કરનાર છે, માટે ક્રોધનો ત્યાગ કરો.   એક દિવસ સાંજના સમયે, સુથાર તેની દુકાન બંધ કરીને ઘરે જવા નીકળ્યો. દુકાનમાં એક અજબ શાંતિ છવાઈ ગઈ. તે જ સમયે, એક ઝેરી સાપ, ભૂખથી પીડાઈને કંઈક ખાવાનું શોધવાની આશામાં દુકાનમાં ઘૂસી ગયો. એકાંતમાં ખોરાકની શોધ કરતી વેળાએ, સાપ એ દુકાનની આસપાસ રેડવા માંડ્યો. ઘણો સમય પસાર થયો, પણ કશું પણ ખાવા જેવું ના મળતાં સાપ થાક્યો. હવે તે થાક સાથે ગુસ્સામાં આવી ગયો. ભટકતા ભટકતા, એનો