સાચો સગો મારો શામળિયો!

  • 660
  • 234

' સ્વામીજી, કોઈ ભાઈ આપને મળવા આવ્યા છે.' પ્રૃફ-વાચનના કાર્ય માં રત બનેલા સ્વામીજી બોલ્યા : 'તમે તો જાણો છો કે લેખન-કાર્ય અને પ્રૃફ-વાચન વખતે હું કોઈ ને પણ મળતો નથી.' જવાબ આપીને સ્વામીજી પાછા પોતાના કામમાં પરોવાઈ ગયા.                    થોડીવાર પછી સંસ્થા નો માણસ ફરી થી ઉપર આવીને ઊભો રહ્યો. કાર્યરત સ્વામીજીને બોલાવવા ની એની હિમ્મત ન ચાલી. ' કામ વખતે કામ અને ઓછા માં ઓછો આરામ ' સૂત્ર સ્વામીજી ના જીવન-પટમા તાણાવાણા માફક વણાઈ ગયેલું. પણ કાર્યકર ભાઈ ની દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઈ હતી. એટલે સ્વામીજી પ્રૃફ-વાચન માંથી દ્રષ્ટિ ખસેડી, પોતાની સામું