સંઘર્ષ - પ્રકરણ 11

  • 632
  • 1
  • 258

સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી.    સિંહાસન સિરીઝ  પ્રથમ અધ્યાય સંઘર્ષ   પ્રકરણ – ૧૧ – પ્રથમ ગ્રાસે મક્ષિકા: જયમંગલસિંહના ઘરે પહોંચ્યા ત્યારે તેની પત્ની રાધાએ જમાઈ માટે બધી વ્યવસ્થા કરી રાખી હતી. આંગણામાં વડ નીચે ઢોલીયો ઢાળી દીધો હતો. એના ઉપર ગાદી, તકિયા અને ચાદર પથરાઈ ગઈ હતી. સામે હુક્કો પ્રગટેલો હતો.  જેવા રાજકરણ, ધૂળીચંદ અને જયમંગલ આવ્યા અને ઢોલીયા પર બેઠા કે તરત જ રાધા પાણી અને ગોળ લઈને આવી. ત્રણેયે પાણી પીધું