ભૂલ ભુલૈયા 3

  • 1.2k
  • 1
  • 448

ભૂલ ભુલૈયા 3- રાકેશ ઠક્કર         ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ ને જોવાની ઉત્સુકતા દરેક સિનેમા ચાહકને હતી. કેમકે એની અગાઉની બંને ફિલ્મો ગમી હતી. અને દિવાળીનો તહેવાર હોવાથી મનોરંજન મેળવવા દર્શકો આતુર હતા. કેટલીક બાબતોમાં ‘ભૂલ ભુલૈયા 3’ પૈસા વસૂલ જરૂર કરી શકી છે. એમાં બન્યું એવું કે અમુકને ફિલ્મ અપેક્ષા મુજબની લાગી તો અમુકને થોડી વધુ અપેક્ષા હતી.         હોરર- કોમેડીના વિષયને દર્શકો પસંદ કરવા લાગ્યા છે પણ એના પર વધારે મહેનત જરૂરી હોય છે. પહેલી બખત બે મંજુલિકા લાવ્યા છે. પહેલી દ્રષ્ટિએ એમ લાગશે કે ક્લાઇમેક્સ જબરદસ્ત હતો. કેટલાકને અજીબ પણ લાગશે. કેમકે અગાઉ જે બતાવ્યું હતું એને યાદ કરવાથી ક્લાઇમેક્સ સામે અનેક સવાલ ઊભા થાય