નારદ પુરાણ - ભાગ 51

  • 320
  • 112

સનત્કુમાર બોલ્યા, “હવે હું સાધકોના અભીષ્ટ મનોરથને સિદ્ધ કરનારી દેવપૂજાનું વર્ણન કરું છું. પોતાની ડાબી બાજુએ ત્રિકોણ અથવા ચતુષ્કોણની રચના કરીને તેની પૂજા કરવી અને અસ્ત્રમંત્ર દ્વારા તેના પર જળ છાંટવું. તે પછીથી હૃદયથી આધારશક્તિની ભાવના કરીને તેમાં અગ્નિમંડળનું પૂજન કરવું. પછી અસ્ત્રબીજથી પાત્ર ધોઈને આધારસ્થાનમાં ચમસ મૂકીને તેમાં સૂર્યમંડળની ભાવના કરવી.          વિલોમ માતૃકામૂળનું ઉચ્ચારણ કરતા રહી તે પાત્રને જળથી ભરવું. પછી તેમાં ચંદ્રમંડળની પૂજા કરીને પૂર્વવત તેમાં તીર્થોનું આવાહન કરવું. તે પછી ધેનુમુદ્રાથી અમૃતીકરણ કરીને કવચથી આચ્છાદિત કરવું. પછી અસ્ત્રથી તેનું સંક્ષાલન કરીને તેના પર આઠવાર પ્રણવનો જપ કરવો. ત્યારબાદ સાધકે તેમાંથી થોડુક જળ લઈને પોતાની ઉપર અને