શ્યામ રંગ....લગ્ન ભંગ....4

  • 1.6k
  • 870

અનંત અને આરાધના એકબીજાના નાનપણથી જ પાક્કા મિત્રો.હવે, બન્ને ને એકબીજાની પસંદ,નાપસંદ ની ખબર છે.આરાધના ખૂબ સમજુ ,ડાહ્રયી છોકરી છે.નાની ઉંમર માં જ સંબંધોની કદર અને કિંમત કરતી આરાધનાનુ અનુમાન લગભગ સાચુ જ હોય કે અનંત આ પરિસ્થિતિમાં હોય તો શું વિચારે અને શું નિર્ણય લે.અને આવુ જ અનંત આરાધના માટે સમજી શકે.અનંત હંમેશા કહ્યા કરે કે આરાધના તારા જેવી મારી મિત્ર મારી સાથે હોય તે મારા માટે ખરેખર ગવૅની વાત છે.બે વિજાતીય મિત્રો જ એકબીજાને સારી રીતે સમજી શકે.આરાધના આ વાત માની પણ જતી.કોલેજના વર્ષૉ પણ ધીમે ધીમે વિતતા જાય.કોલેજ સમયમાં થયેલો પ્રેમ લગભગ કોલેજ પૂરી થતા થતા પૂરો