નિતુ - પ્રકરણ 50

  • 2.5k
  • 1.6k

નિતુ : ૫૦ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુના કહ્યા પ્રમાણે રાત્રે કરુણા તેના ઘરે પહોંચી ગઈ. તેણે જે જોયું હતું તેના પર તેને ખુદને વિશ્વાસ નહોતો આવતો કે તેની ઓફિસમાં આવું કંઈક ચાલી રહ્યું છે. ઘરમાં બધું કામ પતાવી તે હિંચકા પર કરુણાની રાહ જોઈને જ બેઠેલી.તે સીધી તેની પાસે આવી, "નીતિકા?"ઉભા થતાં તે બોલી, "કરુણા... હું તારી જ વાટ જોતી હતી."તે ઉતાવળમાં બોલી, "મને વિશ્વાસ નથી આવતો નીતિકા. મેં આજે જે જોયું એ... હું..."તેને શાંત કરતા નિતુએ કહ્યું, "પહેલા શ્વાસ લઈ લે અને બેસ. આપણે શાંતિથી વાત કરીયે. હમ?""હમ."બંને બેઠી કે કરુણાએ ફરી પૂછ્યું, "નીતિકા, યાર મને તો કશું સમજમાં જ નથી