બણભા ડુંગર

  • 1.5k
  • 1
  • 500

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- બણભા ડુંગર.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલતું હોય અને વનરાજી લીલીછમ હોય, સાથે એ સ્થાન આસ્થાનું કેન્દ્ર હોય તો એની મુલાકાત લેવાનું કોને ન ગમે? ગમે ને? તો ચાલો, આજે જઈએ એવી જ એક સુંદર મજાની જગ્યાએ ફરવા! આ સ્થળ એટલે બણભા ડુંગર.માંગરોળ તાલુકાના રટોટી, સણાધરા અને ઓગણીસા ગામની વચ્ચે બણભા ડુંગર આવેલો છે. આ ડુંગર સુરત જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર છે. બણભા ડુંગરની ટોચ ઉપર આદિવાસીઓનાં કુળદેવતા બણભાદાદા અને ગોવાલદેવનું પૌરાણિક દેવસ્થાન આવેલું છે. બણભા ડુંગર આદિવાસીઓનીનું શ્રદ્ધા કેન્દ્ર છે. આ વિસ્તારનાં આદિવાસીઓ દોવણુ વગાડી નાચગાન કરી બણભાદાદાની પૂજાઅર્ચના કરે છે.પાકની લણણી