અહિંસા નો ઉપાસક - ભાગ 1

  • 1.5k
  • 444

             લાહોરમાં કોમી રમખાણે બરાબર નો રંગ પકડ્યો હતો .ધર્મ- ઝનૂને માઝા મૂકી હતી. લૂંટફાટ અને કત્લેઆમ થી લાહોરની શેરીઓ ચિત્કાર થઈ રહી હતી. શીખ અને મુસલમાન બંને કોમ એકબીજાનાં લોહીની તરસી થઈ તોફાને ચડી હતી. સૌને પોતાના ધર્મની સલામતી જોખમમાં જણાતી હતી. આવા ભ્રામક વિચારો અને કાનભંભેરણી થી કોમી વિગ્રહ નો દાવાનળ ફાટી નીકળ્યો હતો.                    આ બધાં તોફાનો નું મૂળ કારણ સાવ નજીવું હતું. શહિદગંજ ખાતે આવેલ શીખોના પુરાતન ગુરુદ્વારાને કેટલાક વિઘ્નસંતોષી ઓ એ મસ્જિદ માં ફેરવવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય નો જોરદાર વિરોધ