નિતુ - પ્રકરણ 49

  • 1.2k
  • 764

નિતુ : ૪૯ (ટાઈમ્સનું પુનરાવર્તન)નિતુએ દિવસ દરમિયાન કરેલી શોધખોળમાં તેને થોડી જાણકારી મળી એ ખરું, પણ એ પુરતી નહોતી. નિકુંજ અને વિદ્યા વચ્ચે થયેલો ઝઘડો અને જોયેલા વિડીઓમાં સ્વાતિ અને કરુણાએ કહેલી વાતની ખરાઈ કરતી માહિતી મળી હતી. તો પણ તે જ્યાં હતી ત્યાં જ ઉભી હતી. કારણ કે એ પર્યાપ્ત નહોતું અને હકિકત તેને કંઈક અલગ લાગતી હતી. વિદ્યાના કાળા ચેહરાને બહાર લાવવા શું કરવું? તે અંગે તે વિચારવા લાગી.રાત્રે ઘરે એકલા બેસી તેણે અત્યાર સુધી મળેલી માહિતી અને ઓફિસમાં જોયેલી વિદ્યાનું તારણ કાઢ્યું. એનો નિષ્કર્ષ એ હતો, કે "વિદ્યા તેના કર્મચારીઓને બાનમાં રાખવાનું કામ તો કરી જ રહી છે.