અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 11

  • 928
  • 464

આ મંગલમાં મંગળનો પ્રભાવ છે,ઓચિંતો હૈયે ઉછળતો ઘૂઘવાટ છે..તેની ઉંઘ ઉડી ગઈ હતી, આથી તેને ડાયરી લખવાનું વિચાર્યું.. તે ડાયરી લઈ બાલ્કનીમાં આવી, તેને લખવાની શરૂઆત કરી.. "સર્વ મંગલ માંગલ્યે!"ઈશ્વર, "તું સૌનું ભલું કરજે!" બસ, હું આટલી પ્રાર્થના કરીશ. અમારા જીવનમાં આવનારા વિઘ્નનો નાશ કરજે.મોટા થઈ પારેવાંને ઉડી જતા, ખાલી માળાનો સૂનકાર દેખીને પારેવાંની ભીંજાતી પાંપણને કોણ દેખી શક્યું અહીં?હૈયાની હસતી રમતી દુનિયામાં મનોમંથને વહેતી વેદના થકી, ભીંતરે ઉઠતાં તરંગોને કોણ રોકી શક્યું અહીં?સીમાની આંખો ભરાઈ આવી.. પોતાનાં ખોળામાં ડાયરી મૂકી, આંખોમાં ભીનાશ ભરી આંખો બંધ કરી. વહેલી સવારના કારણે વાતાવરણમાં ઠંડક ભળી હતી. તેને બેઠા બેઠા જ ઝોકું આવી