નવા વર્ષની નવી પહેલ

  • 616
  • 218

સૌ પ્રથમ તમામ વાચકોને નવા વર્ષની મંગલમય શુભકામનાઓ, નવું વર્ષ દરેકને માટે સમૃદ્ધિ તંદુરસ્તી પ્રદાન કરે એવું નીવડે એવી શુભેચ્છાઓ.દિવાળી કામથી નવરા પડ્યા પછી એક દિવસ મારી દીકરીએ પૂછ્યું કે "મમ્મા તું હમણાં યોગા કેમ નથી કરતી". મેં કહ્યું કે અરે નવા વર્ષથી હું રેગ્યુલર યોગા કરીશ, એક દિવસ પણ ચૂક્યા વગર. આપણી બધાની આવી માનસિકતા હોય છે. નવું વર્ષ શરૂ થાય એ પહેલા આપણે ઘણું બધું વિચારી લીધું હોય છે કે આ વર્ષ થી રેગ્યુલર જીમ કરીશ, યોગા કરીશ, નવું સ્ટાર્ટઅપ કરવું છે. જે તે વ્યક્તિ સાથેના સંબંધમાં સુધારો કરીશ. હવેથી ઝઘડો નહીં કરું, નવા વર્ષથી બુક વાંચવાનું શરૂ