દો પત્તી

  • 1.2k
  • 474

દો પત્તી- રાકેશ ઠક્કર ફિલ્મ ‘દો પત્તી’ માં કૃતિ સેનને અભિનેત્રી તરીકે ડબલ રોલ ભજવ્યો છે. એ સાથે એની નિર્માત્રી તરીકેની ત્રીજી ભૂમિકા પણ રહી છે. ફિલ્મ જોયા પછી કહેવું પડશે કે એક અભિનેત્રી તરીકે એનું ભવિષ્ય ઉજળું છે પણ નિર્માત્રીની કારકિર્દી બાબતે શંકા ઊભી થઈ છે. કેમકે ફિલ્મની વાર્તા પસંદ કરવામાં થાપ ખાઈ ગઈ છે. ‘હસીન દિલરૂબા’ ના લેખિકા કનિકા ઢિલ્લનનું મૂળ વાર્તા પર ફોકસ જ નથી. અડધી ફિલ્મ તો બે બહેનો વચ્ચેની પ્રતિસ્પર્ધા અને એમના સંબંધની જટિલતામાં જ પૂરી થઈ જાય છે.         ફિલ્મની શરૂઆતમાં ઈન્સ્પેકટર જ્યોતિ વિદ્યા (કાજોલ) ને એક ફોન કોલ આવે છે અને પતિ