નવીનનું નવીન - 5

  • 1.4k
  • 712

નવીનનું નવીન (5)  નવીનને પોતાની સાયકલ પર બેસાડીને રમણ સીટ પરથી પેડલ પર ઊભો થઈ ગયો હતો. નવીન એનો થેલો ખભામાં ભરાવીને સીટની સ્પ્રિંગ પકડીને બેઠો હતો.  રમણ એકદમ લાંબો અને સિંગલબોડી હતો. એણે પહેરેલા પેન્ટના પહોળા પાંયસામાં એના પાતળા પગ ઘણી મોકળાશ અનુભવતા. લાંબો અને સાવ ઘસાઈ ગયેલો એનો બુશકોર્ટ રમણના હાડપિંજર જેવા દેહનું દર્શન આમ જનતાને વિના મૂલ્યે કરવા દેતો. ઠંડી અને ગરમ બંને હવાને ગમે ત્યારે રમણની છાતીમાં ગોથું મારવાની છૂટ હતી.   વળી રમણ વાળ ઘણા મોટા રાખતો એટલે માથું જરા મોટું લાગે. સુરતમાં એ પણ મોટું માથું થવા જ આવ્યો હતો પણ હાલ તુરંત એ શક્ય ન હોવાથી માથે