પ્રેમ સમાધિ - પ્રકરણ-127

(13)
  • 1.1k
  • 1
  • 724

પ્રેમ સમાધિ પ્રકરણ-127 શાસ્ત્રીજી બોલી રહેલાં એ એક એક શબ્દ સતિષ ચાવીને સાંભળી રહેલો એણે અને દોલતે એકસાથે એકબીજાની આંખમાં જોયું કંઇક વાત કરી લીધી અને સતિષ બબડ્યો" ઇશ્વરે અમને અમારી પળ આપી દીધી હવે એ ઓળો મારોજ હશે" એમ કહી મનમાં ને મનમાં બિભત્સ હસ્યો. એણે મોંઢા પર મ્હોરું પહેર્યુ હસતાં મોઢે એણે કાવ્યા કલરવની પાસે જઇને અભિનંદન આપ્યાં... કલરવનો હાથ પકડી કહ્યું "વાહ કલરવ તેં તો ટંડેલોની દક્ષિણાં જાતેજ લઇ લીધી” ને જોરથી હાથ પકડ્યો.. કલરવે કહ્યું "હાં અમે બ્રાહ્મણ છીએ દક્ષિણા અમારો હક્ક છે” આવું સાંભળી સતિષનો ચહેરો પડી ગયો એણે કાવ્યાનો હાથ પકડી લીધો અને અભિનંદન આપતાં કહ્યું