નિતુ - પ્રકરણ 47

  • 1.1k
  • 650

નિતુ : ૪૭ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુની આંખો પર સૂર્યોદયના ઘણાં સમય પછી જ્યારે બારીમાંથી પ્રકાશ રૂમમાં આવ્યો અને પડ્યો ત્યારે તે સભાન થઈ. કોઈ ભયાનક સ્વપ્નમાંથી બહાર આવી હોય એવો તેને અહેસાસ થતો હતો. આંખો પટાવી તેણે ધીમે ધીમે ખોલી. નેત્રપટલ પર પડી રહેલો પ્રકાશ તેને અસહ્ય લાગતો હોય એમ આડો હાથ ધરી અને આંખોને ચોળતી ઉભી થઈ. રાત્રે જે રીતે અર્ધનગ્ન અવસ્થામાં તે ઢળી પડેલી તે તેને યાદ આવ્યું. માથું એકદમ ભારે ભારે લાગી રહ્યું હતું. માથું પકડી ઉભી થઈ અને પોતાની જાતને સ્વસ્થ કરતા તે બાથરૂમ તરફ ચાલી.સવારનાં દસ વાગવા આવેલાં. હરેશ પોતાની ઓફિસ માટે નીકળી રહ્યો હતો. તે