અપહરણ - 10

  • 1.2k
  • 634

10. બીજો ફટકો   સાવ તરંગી લાગતો સ્ટીવ આ રીતે છેતરી જશે એવી અમને કલ્પના પણ નહોતી. વિલિયમ્સ અને ક્રિક એની સામે હજી પણ અવિશ્વાસથી તાકી જ રહ્યા હતા. ‘સૉરી મિત્રો ! તમને આઘાત આપવા બદલ.’ સ્ટીવે વાત આગળ વધારી, ‘પણ તમે ફ્રેડી જોસેફની સંપત્તિથી દૂર રહો એવું અમે ઈચ્છીએ છીએ. એ બૂઢ્ઢાએ અખબારમાં જાહેરાત આપીને મોટી ભૂલ કરી છે. ઘરની વાત ઘરમાં જ પતાવી નાખવી જોઈએ. પણ એણે મોટો કાંડ કરી નાખ્યો છે. એટલે ન છૂટકે એમના ખજાના સુધી જતા લોકોને અમારે રોકવા પડે છે. આમ તો બહુ ઓછા લોકો ફ્રેડી જોસેફના સંકેતો ઉકેલીને અહીં સુધી આવી શક્યા છે.