નવીનનું નવીન - 4

  • 1.3k
  • 664

''આ કાકા તમને બવ સારી શિખામણ આપતા'તા હો. તમારા બાપુજી હતાં કે?" નવીનની બાજુમાં બેઠેલા ત્રીસેક વર્ષના એ યુવાને પૂછ્યું."હા, મારા બાપા હતા. એમને એવી ટેવ જ છે, ગામ અખાને શિખામણ આપ્યા કરે છે તો મને શું કામ નો આપે. પાછો હું એકનો એક દીકરો છું એટલે વહાલો હોઉં ને! પાછી ચિંતાય થાતી હોય એમને !'' કહી નવીન હસી પડ્યો."હા વળી માબાપને ચિંતા તો થાય જ ને ! તમારે સુરતમાં ક્યાં રે'વાનું ?''"આપડે તો હજી રે'વાનું ગોતવાનું છે. હું હજી પેલ્લીવાર જ સુરત જાઉં છું. મેં તો કોય દિ સુરત જ નથી જોયું. અમારા ગામનો રમણ ન્યા ક્યાંક રેય છે.