નવીનનું નવીન - 3

  • 1.1k
  • 522

"મૂકી આવ્યા? હરખું હમજાવ્યું તો છે ને ઈને? કોઈ હંગાથ હતો બસમાં? સાવ એકલો જાય છે પણ આમ કાંઈ વાંધો તો નો આવે ને? બસમાં બેહી જાય પછી તો ઠેઠ સુરત જઈને જ ઉતરવાનું છે એટલે કાંઈ વાંધો તો નો આવે, પણ રાતે જયો સે એટલે થોડીક ચિંતા થાય, પણ બસમાં તો સુઈ જાશે એટલે કાંય વાંધો નઈ. એની બાજુમાં કોઈ બેઠું'તું? તમે ઈને જરીક ભલામણ કરી છે ને? આમ તો આજુબાજુમાં'ય સારા માણસો જ હોય એટલે કાંઈ વાંધો નો આવે. બધા નવીનની જેમ સુરત હીરા ઘંહવા જ જાતા હોય ને બિચાડા. ઈય ઈમના માબાપને મૂકીને હાલી નીકળ્યા હોય એટલે