ખજાનો - 88

"આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાંખ્યો છે ઈબતિહાજ..!" હર્ષિતે વળતો જવાબ આપ્યો. "અને..અને..સમસ્યાઓની ગણતરી નહિ કરો તો તેનો ઉકેલ કેવીરીતે લાવશો..ઉકેલ લાવતા પહેલાં સમસ્યાને જાણવી.. સમજવી... જરૂરી છે ભાઈ..!" હર્ષિત ઈબતિહાજની દરેક વાતનો તરત જ જવાબ આપી દેતો. હર્ષિતની વાત સાવ સાચી હતી પણ તેની ઈબતિહાજ સાથે વાત કરવાની ઢબ સાચી ન હતી. બન્ને યુવાનો વચ્ચે થતી ગરમાગરમ ચર્ચાથી જાણે બોટનું તાપમાન વધી ગયું. અને બોટમાં બેઠેલ તમામ જાણે એ વિચારથી હર્ષિત અને ઈબતિહાજની સામે જોઈ રહ્યાં હતા કે આ વાકયુદ્ધ હમણાં જ મલ્લયુદ્ધમાં ફેરવાઈ જશે. પરંતુ જોની એ પરિસ્થિતિનો તાગ મેળવીને હર્ષિત અને ઈબતિહાજને