નિતુ - પ્રકરણ 44

  • 1.1k
  • 739

નિતુ : ૪૪ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ પોતાના ટેબલ પરનો સામાન ચેક કરી રહી હતી. પાછળ તેના કલીગ હસી મજાક કરી રહ્યા હતા અને નિતુ તેઓની વાતો પર હસી રહી હતી. ચેક કરી રહેલા પેપરમાંથી એક પેપર તેના હાથમાં લાગ્યું. ઘડી પાડીને ચાર વખત વળેલા પેપરને તેણે ખોલ્યું અને ઝડપથી પાછું ફોલ્ડ કરી દીધું. તેના ચેહરા પરનું સ્મિત ગંભીરતામાં ફેરવાઈ ગયું. કોઈને જાણ ના થાય એમ તેણે તે પેપરને ફાડ્યું અને બાજુમાં રાખેલી ડસ્ટબીનમાં ફેંક્યું.મેઈન ગેટ પાસે કંપનીની ગાડી ઉભી હતી અને બાજુમાં નવીન તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો. એક હાથમાં ફાઈલ હતી અને બીજા હાથને તે ફાઈલ પર ટપારીને વારંવાર કાંડા