નિતુ - પ્રકરણ 43

  • 1.1k
  • 714

નિતુ : ૪૩ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અચંબો પમાડે એવી ઘટનાને અનુભવીને કેન્ટીનમાં પહોંચી. અહીં છૂટક બે ત્રણ કર્મચારીઓ સિવાય કોઈ હતું નહિ. નિતુ જઈને એક ટેબલ પર બેઠી. થોડીવારે વિદ્યા ત્યાં આવી પહોંચી."હેવ યુ ઓર્ડર અનેથિન્ગ?" આવતાની સાથે વિદ્યાએ પૂછ્યું.નિતુની તંદ્રા તૂટી અને સ્વસ્થ થતાં તે બોલી, "ના."વિદ્યાને કેન્ટીનમાં જોઈને પોતાનું બધું કામ છોડીને ટ્રેમાં બે પાણીની બોટલ લઈને જસ્સી દોડતી આવી, "મેડમ પાણી.""ત્રણ કોફી લઈને આવ." વિદ્યાએ તેને કહ્યું. જસ્સી તે બંનેની સામે વારાફરતી જોઈને ના સમજતા પૂછવા લાગી, "મેડમ... ત્રણ...?""હા ત્રણ.""ઠીક છે." કહેતી તે ચાલી ગઈ. તેના ગયા પછી એ જ સવાલ નિતુએ પૂછ્યો, "સોરી મેડમ, પણ ત્રણ કોફી!