ભીતરમન - 49

  • 774
  • 1
  • 416

મુક્તાર મને ખૂબ જ સમજાવટથી સમજાવી રહ્યો હતો. પણ આજ હું મારા કંટ્રોલમાં જ નહોતો. મને માના અંતિમ શબ્દો કાનમાં ગુંજી રહ્યા હતા. એક તરફ તુલસીની ચિંતા હતી અને બીજી તરફ મા જીવનમાંથી અચાનક જતા રહ્યાનું દુઃખ. મુકતારે મને ફરી કહ્યું, "તુલસી ઓપરેશન થિયેટર માંથી બહાર આવી ગઈ છે. બાળક પાસે નર્સ સિવાય કોઈ જ નહીં હોય! તું હિંમત ભેગી કરીને ત્યાં રૂમમાં જા! હું બાકીની બધી ફોર્માલિટી પતાવીને તારી પાસે આવું છું.મેં મુકતારની વાતને અનુસરતા તુલસીના રૂમ તરફ મારા ડગ માંડ્યા હતા. આજે મારા અંદર દર વખતે હોય એવો હરખ બાળક માટે હતો પણ માના મૃત્યુના સમાચારથી હું ખૂબ