સિંદબાદની સાત સફરો - 2

  • 1.2k
  • 1
  • 916

2.પછી બીજે દિવસે મોડી સાંજે સહુ મિત્રો અને હિંદબાદ સમક્ષ સિંદબાદે પોતાની પહેલી સફરની વાત શરૂ કરી.એણે કહ્યું કે એના પિતા પાસે સારી એવી સંપત્તિ હતી. તેમનું અકાળે અવસાન થયું અને સિંદબાદ મોજશોખ અને રખડવામાં એમાંની ઘણી ખરી સંપત્તિ ગુમાવી બેઠો.હવે તેણે ઐયાસીને બદલે પિતાની જેમ વેપાર કરવા નિર્ધાર કર્યો. કેટલાક વેપારીઓએ તેને એના દેશ ઈરાક અને શહેર બગદાદ માં થતી અમુક વસ્તુઓ ખરીદી વહાણમાં દરિયો ખેડી દૂર દેશમાં એ વસ્તુઓ વેંચવા સૂચવ્યું.  બચેલી મૂડીમાંથી સિંદબાદે એ રીતે માલ ખરીદ્યો અને પહેલી ખેપમાં નીકળી પડ્યો. તેમનું જહાજ ઈરાન તરફ જઈ રહ્યું હતું. ઈરાનનો દરિયાકાંઠો માંડ સિત્તેર માઈલ પહોળો પણ અઢી હજાર માઈલ