હોટેલમાંથી આડા આડા ચાલતાં પેટ પકડીને આડો થઇને સીટમા બેઠો...ત્યારે એક બાજુ અસોસી બીજી બાજુ આપણી જાત ઉપર અટલોયે કાબુ નહી?પૈસો દેખી મુનિવર ચળે પણ એવા ઓઠાની આડશ લઇને આપણે ખાવાં ઉપર વસુલ કરવા ટુટી પડવાનુ? તુલસીદાસનું વાક્ય સદા ગણગણું છું .. રામ નામ મેં આલસી , ભોજનમેં હુશીયાર… તુલસી ઐસે જીવ કો બાર બાર ધિક્કાર… પણ બસ સત્તર ડોલર વસુલ કેમ કરવાની લ્હાય લાગી હતી …હા પસ્તાવો વિપુલ ઝરણુ સ્વર્ગથી ઉતર્યુ છે...પાપી તેમા ડુબકી દઇનેપુન્યશાળી બને છે....વાહ ચંદ્રકાંત વાહ ...તમારો તો બેડોપાર થઇ ગયો.. જે સગા ને ત્યાં જવાનુ હતુ તેમનુ ઘર આવી ગયુ. માંડ ઘરમા પહોંચીને આરામ ખુરશીમા