ફરે તે ફરફરે - 42

આજે હું અને મારા સાળા વાતો કરતા એમના ઘરે બેઠા હતા .. બે પુરૂષ મિત્ર કે સગા હોય પણ વાત  લગભગ આમ જ  શરૂ થાય ... ભાગ્યે જ ભેટે બાકી હાથ મેળવી  ક્યારેક ખભા ઉપર હાથ મુકે પછી ખભા  દબાવે નાનો હોય તો પીઠ ઉપર હાથ ફેરવી લે ..બસ પતી ગયુ .હવે   વાતચીત શરૂ થાય....(સાવ શુષ્ક..)શું ખબર છે ? કે દેખાતો નથી હમણા.. તબિયત સારી ?કેમ છે ધંધાપાણી ?  (હવે બીજાની વાત શરુ ) પેલો સુરેશ મળે છે કે નહી ? પવલો ? ભાઇ હવે પવલો કરોડોપતિ થઇ ગયો હવે થોડો ઓળખે ? દિપક સાવ  પાછો પડી ગયો ?ક્યાય