સિંદબાદની સાત સફરો - 1

  • 4.1k
  • 4
  • 2.2k

અરેબિયન નાઇટ્સ શ્રેણીમાં અનેક હેરત ભરી વાર્તાઓ છે. એમાં આ એક પરાક્રમની કથાઓની શ્રેણી સિંદબાદની સાત સફરો. એ બાળકો, કિશોરો અને મોટાંઓમાં પણ ખૂબ લોકપ્રિય છે. તે સાતેય સફરો અહીં પ્રસ્તુત કરું છું.એક મજુર હતો. એનું નામ હિંદબાદ. એ  ખૂબ મહેનતુ અને પ્રમાણિક હતો પણ  એની ખૂબ લાંબી જિંદગીમાં નસીબે યારી આપેલી નહીં.  એ માથે બોજ લઈ એક થી બીજી જગ્યાએ લઈ જતો અને એના બદલામાં જે મજૂરી મળે એનાથી સંતોષ પામતો. એક દિવસ ભર બપોરે માથે મોટો બોજ લઈને એક થી બીજે ઠેકાણે આપવા જતો હતો. ખૂબ તાપ હોઈ એણે એક મોટી હવેલીના ઓટલે બોજ મૂકી થોડો થાક ખાવા વિચાર્યું.