નિતુ - પ્રકરણ 37

  • 1.1k
  • 740

નિતુ  : ૩૭ (લગ્ન) નિતુએ દરવાજા તરફ દોડ લગાવી અને દરવાજે ગાડી આવીને ઉભી રહી. એ તરફ જેનું ધ્યાન હતું એ દરેક જોવા આતુર હતા કે આ કોણ છે? જેને જોઈને નીતિકા આટલી હરખાઈને તેને લેવા માટે દરવાજા સુધી જતી રહી. થોડીવારે ગાડીનો દરવાજો ખુલ્યો અને તેમાંથી કોઈ ઉતરે એ પહેલા જ હસતા મોઢે બે હાથ જોડીને નિતુ તેનું સ્વાગત કરવા લાગી.તેમાંથી પહેલા બે પગ બહાર આવ્યા. સફેદ રંગની હાઈ હિલ્સ વાળી જુતી, આછા ગુલાબી રંગથી રંગેલા નખ વાળા પેલ ઈવોરી રંગના હાથે દરવાજો પકડી તે સ્ત્રી બહાર આવી. જોનારની આંખો ફાટી જાય એવું રૂપ અને એવો શણગાર. સમારોહમાં સૌથી અલગ.