પ્રેમની એ રાત - ભાગ 4

  • 1.5k
  • 1k

સરપ્રાઈઝ"'અન્નપૂર્ણા દેશી ફૂડ કોર્ટ' નામની ફૂડ કોર્ટ વેન જોઈને જાનવી ની આંખો પહોળી થઈ જાય છે.પોતાની લારી તેને ક્યાંય આસપાસ દેખાતી નથી અને તેની જગ્યાએ આ 'અન્નપૂર્ણા દેશી ફૂડ કોર્ટ' નામ ની વેન જોઈ ને જાનવી ના ધબકારા વધી જાય છે. જાનવી ઉતાવળે પગલે તે અન્નપૂર્ણા દેશી ફૂડ કોર્ટ ની વેન ની નજીક જઈ, તેમાં બધો સામાન ગોઠવી રહેલા વ્યક્તિ ઉપર ત્રાટકે છે."એ મિસ્ટર, તમને અહીંયા મારી લારી હટાવી ને પોતાની આ ફૂડ કોર્ટ વેન મુકવાની પરમિશન કોને આપી??તમારી આ ફૂડ કોર્ટ અત્યારે હાલ જ હટાવી લો નહિતર હું..."જાનવી આગળ કંઈ બોલે તે પહેલા જ તે વ્યક્તિ જાનવી તરફ જોવે