જિગરા

  • 1.2k
  • 466

જિગરા- રાકેશ ઠક્કરફિલ્મ ‘જિગરા’ માં આલિયાના અભિનયનો જવાબ નથી. ભલે બોક્સ ઓફિસ પર ફિલ્મ ‘રાજી’ થીય ઓછી કમાણી થઈ છે પણ આલિયા દરેક ફિલ્મમાં પોતાના અભિનયમાં સતત પ્રગતિ કરતી રહી છે. મસાલા ફિલ્મો વચ્ચે અલગ વિષયની મસાલા વગરની ફિલ્મ કરવી એ મોટું સાહસ કરવા જેવું છે. આલિયાએ ક્લાસ સાથે માસને પ્રભાવિત કર્યા છે. એમ કહી શકાય કે આલિયાએ મહિલા માસ સિનેમાની શરૂઆત કરી છે.ફિલ્મમાં એ આલિયા નહીં ‘સત્યા’ જ લાગે છે. એના અભિનયમાં એવી તાકાત છે કે ‘સત્યા’ નું જે ટેન્શન અને દુ:ખ છે એ દર્શક પોતે અનુભવે છે. ઇમોશનથી રડાવી ગઈ છે અને ભાઈને બચાવવાના પાગલપણાથી ડરાવી પણ ગઈ