પ્રેમ થાય કે કરાય? ભાગ - 4

  • 2.1k
  • 1.6k

નોકરીસુરત :ઘરનાં ડોરબેલનો અવાજ રસોડામાં કામ કરતા શોભનાબેનનાં કાન સુધી પહોંચતા તેઓ જઈને દરવાજો ખોલે છે."મમ્મી... હૂ.... હૂ..." દરવાજામાં ઉભેલો કેવિન તેની મમ્મીને ભેટીને બુમ પાડવા લાગે છે."અરે... શું થયું? પણ..." કેવિન તેની મમ્મીનો હાથ પકડી તેને ઝડપથી સોફા પર બેસાડીને પોતાની બેગમાંથી પેડાંનાં બોક્સમાંથી પેડો લઈ તેની મમ્મીનાં મોઢામાં મૂકે છે."શે.. નાં...છે. આ પેડાં" શોભનાબેન પેડો ખાતા ખાતા બોલે છે."અરે મમ્મી અમદાવાદની એક આઈટી કંપનીમાં મારું સિલેકશન થઈ ગયું છે. મારો સ્ટાર્ટિંગ પગાર 25 હજાર છે." કેવિને સુરતની ખાનગી કોલેજમાં I. T નો અભ્યાસ પૂર્ણ કરી. કોલેજ કેમ્પસમાં આવેલી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપે છે. જેમાં તેનું સારા પગાર સાથે સિલેકશન