પ્રેમ થાય કે કરાય? ભાગ - 3

  • 3.2k
  • 2
  • 2.7k

વિચાર    મમ્મી આજે ખબર નહિ કેમ રસોડાનું દરેક કામ ઝડપથી પૂરું કરવાની લ્હાયમાં દેખાઈ રહી છે. બટેટા પર આજે ચપ્પુ એ રીતે ફરી રહ્યું છે જાણે બટેટાએ કરેલા કોઈ ગુનાની સજા મમ્મી આપી રહી હોય. કાલ ચંપાબેને કરેલી વાત મમ્મીના મગજમાં વિચારોનાં વંટોળ સ્વરૂપે ફરી રહી છે."ચંપાબેન ભલે ગમે તેવા હોય પણ એમની વાત તો સાચી હતી. આજકાલની છોકરીઓ આખો દિવસ ફોનમાં જ ચોટેલી હોય છે. શું મારી મનુ પણ છોકરાઓ સાથે..." સમારેલા બટેટા તપેલીમાં નાખી વઘાર કરવા મરચું, મીઠુ સાથે બીજો મસાલો ભભરાવી ગેસ ધીમો કરે છે."મમ્મી..." માનવી આજે વહેલી ઉઠીને રસોડામાં આવેલી જોઈને નીતાબેનની આંખો પહોળી થઈ જાય