પ્રેમ થાય કે કરાય? ભાગ - 2

  • 2.6k
  • 2.1k

કંકોત્રી માનવી ઘરનો દરવાજો ખોલે તો સામે તેના જાની દુશ્મન એવા ચંપાબેન ઉભા હતાં. ચંપાબેન પહેલા માનવીના પાડોશી હતાં. તેમના નામની જેમ તે પણ બધાની ચાપલુસી કરતા રહેતા હતાં. તેમના મોટા દીકરાને સારા પગારની નોકરી મળતા તેઓ ઘર ખાલી કરીને બીજા સારા એરિયામાં રહેવા જતા રહ્યા હતાં. તેમના ગયાં પછી તો આખી સોસાયટીમાં શાંતિ ફેલાઈ ગયી હતી. ખબર નહિ આજે બપોરે અમારે ઘરે કેમ પધાર્યા હતાં?"મનુ... તું તો મોટી થઈ ગયી બેટા" ચંપાબેન માનવીના ગાલ પર હાથ ફેરવવા લાગે છે."મારું નામ મનુ નહિ માનવી છે." માનવી મોઢું બગાડી પોતાના રૂમમાં જઈને ફોન લઈને બેસી જાય છે."કોણ છે બેટા?" રસોડામાંથી નીતાબેન બહાર