મારે મન જૈન હોવું એટલે...

  • 674
  • 224

     મારે મન જૈન હોવું એટલે ... હું પોતે જૈન નથી, પણ મારે જૈન થવું છે. મારે કેમ જૈન થવું છે? કેમ કે મારે મન ‘જૈન’ એટલે.... મારા 15000 ની વસ્તીવાળા ડાભલા(વસઈ) ગામમાં ઘણાં જૈનોનાં ઘર છે. એમાંથી હાલમાં ત્રણ-ચાર પરિવાર રહે છે. બાકીનાં નોકરી-ધંધાર્થે બહાર વસવાટ કરે છે. હું નસીબવાળો છું કે મારું ઘર જૈનોનાં ઘર અને દેરાસરની એકદમ પાસે છે. હું જૈન તો નથી, પણ જૈન ધર્મ, તેનાં સિદ્ધાંતો, તેની વાતો, તેનાં વિચારો ફક્ત મારા માટે નહીં, પણ સમગ્ર સંસાર માટે સુખની એક ચાવી છે તેવું હું કહીશ. મારા મતે ‘જૈન હોવું એ જેવી તેવી સંપ્રાપ્તિ નથી.’