દીકરો

  • 2.1k
  • 778

જૂનું લાકડાની પીઢોવાળું લાંબુ ત્રણ ઓરડાવાળું મકાન છે. મકાનમાં પ્રવેશતા જ પહેલા ઓરડામાં પાટી ભરેલા ખાટલામાંથી દરવાજા તરફ નજર રાખીને ડાબે પડખે સુઈ રહેલા શાંતિબા 90 વર્ષની વયે કોઈકનાં આવવાની રાહ જોઈ રહ્યા છે. “લાલો, મારો લાલો આવશે. હમણાં થોડીકવારમાં આવતો જ હશે.” મરણ પથારીએ પડેલા શાંતિબાનાં મુખમાં ભગવાનનાં નામનાં બદલે આખો દિવસ લાલાનાં નામનું રટણ ચાલતું રહે છે. પણ, ઘરમાં તેમનું આ રટણ સાંભળવાવાળું કોઈ નથી. “બા..” પાડોશમાં રહેતી દિલીપભાઈ અને કંચનબેનની સાત વર્ષની દીકરી દિયા તેનાં હાથમાં બપોરનાં ભોજનની થાળી લઈને શાંતિબાનાં ઘરમાં પ્રવેશે છે. “લાલો, મારો લાલો આયો. આવ મારા લાડકવાયા લાલ આવ.” પોતાની ઝીણી આંખે દિયાને