ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયા - ભાગ 9

  • 864
  • 1
  • 394

ભાગ --૯ ચલતે ચલતે યુંહી કોઈ મિલ ગયાં...(આગળ આપણે જોયું કે દેવિકાની સલામતી માટે માધવભાઈ ભક્તિમાં લીન બની ગયાં છે. રતન અને શિવરામ હોસ્પિટલ આવી પહોંચે છે.હવે આગળ......)**************************રતન જીપમાંથી ઉતરી  હોસ્પિટલની અંદર તરફ દોટ મૂકે છે."ભાભી કઉ સુ ઊભા તો રયો. એ બાજું નહીં આ બાજુ થઈને જવાનું સે,ઠેઠ ઉપર તીજા માળે દેવું સે,હેંડો હું લઈ જઉં સુ". કહેતાં શિવરામ પણ રતન પાછળ દોડે છે."શિવાભઈ હેંડો ઝટ  લઈ જાઓ..આ મારી આંખ્યું મારી દેવુંને જોવાં તરસી જઈ સે. એક વખત એને જોઈ લઈશ તાંણે જીવને ઝપ થશે".(રતન અને શિવરામભાઈ ઉપર દેવિકાને જ્યાંરાખી હોય છે એ આઇસીયુ તરફ જાય છે.)નાનજી માસ્તર :"