કભી ખુશી કભી ગમ - ભાગ પ

  • 1.1k
  • 578

ACT 2SCENE 5[સ્ટેજ પર લાઈટ આવે છે વિરેન કપિલા નીલમ ફોન પર વાત કરી રહ્યા છે પરમ સાઈડમાં બેઠો છે ફોન પર બેસણુ ચાલી રહ્યુ છે .]કપિલા - જોને ભાઈ શું થઈ ગયું ? વિશ્વાસ જ નથી થતો મમ્મી આ ઘરમાં પાછા ક્યારેય નહીં આવે. મમ્મી હવે પાછા ક્યારેય જોવા નહીં મળે. ત્રણ દિવસ થયા તારા જીજાજી એ એક કોળિયો પણ મોઢામાં નથી નાખ્યો . તું ટીનુ ને આ વાત નહીં કરતો . તારે પણ આવવાની જરૂર નથી આવીશ તો પણ કોઈ તને બિલ્ડિંગમાં આવવા નહીં દે . સવારથી બધાના ફોન આવે છે બધાને આવવું છે પણ એ શક્ય નથી