વારાણસીના ઘાટ અને આરતી

  • 1.2k
  • 428

અમે દિલ્હીથી 630 કિમી દૂર આઠ કલાકમાં પહોંચાડતી વંદેભારત ટ્રેન દ્વારા વારાણસી  મુખ્યત્વે ખાસ કાશી વિશ્વનાથ મંદિર  જોવા જ ગયેલ. એનું કાશી કોરિડોરમાં સમાવેશ કરેલું મંદિર પરિસર ખૂબ સરસ અને ખૂબ જગ્યા વાળું છે.  મંદિરનું સુવર્ણમંડિત  શિખર અદ્ભુત લાગે છે.  બહાર શાપુરી મોલ પાસે આવેલ હેલ્પ ડેસ્ક મોકલે એ સિવાય અંદર પુરોહિત કે પંડા કે સાધુ તમારી સાથે કે એકલા  પ્રવેશી શકતા નથી. ત્યાં ઓનલાઇન નોંધાવેલ દર્શન અને અન્ય સામાન્ય દર્શનની અલગ લાઇન હોય છે.   ત્યાં દર્શન વિશે અલગ લેખ  વિસ્તૃત વર્ણન અને અમુક સૂચનો સાથે લખીશ. એ બધું એકદમ ચોખ્ખું છે અને  ત્યાં ચુસ્ત પણે લાઇન મેઇનટેઈન થાય છે.